LCBએ કરોડોની જૂની ચલણી નોટોના વેપલાનો કર્યો પર્દાફાશ

February 11, 2019 350

Description

ચલણી નોટો બંધ થઈ જવા છતાં જુની ચલણી નોટો વટાવી કમીશનનો ધંધો હજુ બંધ થયો નથી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની જૂની 500 અને 1000ની કરન્સી મુંબઈથી નવસારી આવી હતી. જેનો પ્રદાફાશ એલસીબીએ કરતા ચકચાર મચી છે.

જેમાં ૪ આરોપીને ઝડપ્યા છે. નોટબંધી બાદ જુની ચલણી નોટો મોટી સંખ્યામા રાખવી એ નાણામંત્રાલયે ગુનાહિત કૃત્ય જાહેર કર્યુ છે જુની 500 અને 1 હજારની નોટો બદલવા માટે સમય આપવામા આવ્યો હતો. છતાં બે વર્ષ પછી પણ હજી જૂની ચલણી નોટો બદવાનો વહિવટ ચાલી રહ્યો છે.

ત્યારે નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે ૩ કરોડની જુની ચલણી નોટોનો વેપલો ઉંડાચ ગામથી ફિલ્મી ઢબે ૪ આરોપીને પકડીને ઝડપી પાડ્યા છે. મુંબઈથી ૭ ટકે લાવીને ૧૦ ટકે ધંધો કરવા જૂની નોટો અહીં લવાઇ હતી. પોલીસે ફેક કરન્સી સાથે કાર મોબાઈલ વગેરે જપ્ત કરી કાર્યવાહી હાથધરી છે

Leave Comments