અબડાસાના વરાડિયા ગામે 2 લોકોની હત્યા થતા ચકચાર

March 6, 2019 2075

Description

અબડાસાના વરાડિયા ગામે 2 લોકીની હત્યા થતા ચકચાર મચી.. સગીરા અને આધેડની હત્યા થતા ગામમા શોકનો માહોલ જોવા મળ્યો. મંગળવાર મોડી રાત્રે આ ઘટના સામે આવી..સીમ વિસ્તારમાં 17 વર્ષીય રૂકસાના અને પડોશમાં રહેતા 35 વર્ષીય આધેડની કરપીણ રીતે હત્યા કરાયેલી લાશ પડી હતી,

રૂક્સાના તેના ફોઇ સાથે રહેતી હતી. તેના ફોઇ વાડીમાં ખેતી કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. તે વાડીની ઓરડીમાં જ છરીના ઘાથી હત્યા કરાયેલી હાલતમાં બંનેની લાશ મળી આવતા તેમના દુઃખનો પાર ન રહ્યો. તેમણે પોલીસને જાણ કરી..એક સાથે બે લોકોની હત્યાને પગલે પોલીસને દોડતી થઇ હતી.

ઘટના સ્થળેથી હત્યા કરાયેલી છરી પણ મળી આવી. હાલમાં કોઠારા પોલીસે લાશને પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી..

Tags:

Leave Comments