ગીરની કેસર કેરીની ખાકટીનું માર્કેટમાં થયું આગમન

January 16, 2019 2150

Description

ગીરની શાન ગણાતી કેસર કેરીનું માર્કેટમાં આગમન થઈ ગયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનામાં ખાખડી(નાની કેરી)નું આગમન વહેલુ થયુ છે. પવનનું પ્રમાણ વધુ હોવાથી નાની કેરીઓ ખરે છે પ્રમાણમાં મોંઘી હોવા છતાં પણ કેરીના રસિક લોકો ખરીદે છે.

શિયાળાની શરૂઆત થતાની સાથે જ આંબાઓમાં પુષ્કળ પ્રમાણમાં કેરી આવવાનું શરૂ થઈ જાય છે છેલ્લા દાયકાઓમાં આ વિસ્તારમાં ખુબ આંબાઓનું વાવેતર થવાને કારણે કેરીનું વહેલી આવે છે. કેરીના પાકનું પ્રમાણ વધુ હોવાથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોષાય તે ભાવે ગીરની પ્રખ્યાત કેસર કેરી મળી રહશે.

Leave Comments