કેન્યામાં ગુજરાતના ત્રણ યુવાનો ઉપર લૂંટના ઇરાદે ફાયરિંગ

August 25, 2018 4055

Description

વિદેશમાં ગુજરાતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે ત્યારે કેન્યામાં નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા ગુજરાતના ત્રણ યુવાનો ઉપર લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલામાં ત્રણ યુવાનોને ઈજા થઈ હતી. જે પૈકી ખેડાના બે યુવાનોને ગંભીર ઈજા થઈ છે.

કેન્યામાં નડીયાદના પલાણાનો રાજ પટેલ અને કેરીયાવીનો જીગ્નેશ પટેલ રાત્રે નોકરી પૂરી કરીને ઘરે જતા હતા. ત્યારે અજાણ્યા લૂંટારુઓએ તેમની ઉપર હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. જેમાં જીગ્નેશ પટેલને 3 ગોળી વાગી છે. બન્ને યુવાનો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

Leave Comments