જૂનાગઢના વંથલી તાલુકાના ખેડૂતોમાં સરકાર સહાય સામે રોષ

December 2, 2019 1475

Description

જૂનાગઢના વંથલી તાલુકાના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે. પાકવીમાને લઈ ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો. મગફળીનું ઉત્પાદન નિષ્ફળ જતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાઇ ગયા છે.

આ બાબતે ખેડૂતોએ જણાવ્યું કે 70 હજારના ખર્ચ સામે માત્ર 40 હજારનું ઉત્પાદન થાય છે. સરકાર માત્ર 2 હજારની સહાય ચૂકવીને જગતના તાતની મજાક કરી રહી છે. પાકવીમાના નામે વીમા કંપનીઓએ ખેડૂતો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા. જયારે વળતર ચૂકવવાની વાત આવી ત્યારે કંપનીઓએ હાથ અધ્ધર કરી દીધા. તો પણ સરકાર કંપનીઓ સામે કોઇ પગલાં ભરતી નથી.

Leave Comments