જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની નવી જાતિની શોધ

February 5, 2020 3290

Description

જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા 8 વર્ષની મહેનત બાદ મગફળીની નવી જાતિની શોધ કરવામાં આવી છે. જેને ગિરનાર-4 અને ગિરનાર-5 નામ આપવામાં આવ્યુ છે. આ મગફળીનુ વાવેતર ચોમાસામાં કરવામાં આવે છે. જેથી તેનુ ઉત્પાદન વધુ થાય છે.

તેની વિશિષ્ટતા એ છે કે બીજી મગફળી કરતાં આ મગફળીના તેલમાં ઓલિક એસિડનું પ્રમાણ વધુ હોય છે. જે હૃદયરોગ સહિતની બીમારી માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ 80 ટકા કરતાં પણ વધુ પોષટીક તત્વો હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.

આ તેલમાં બનેલી વસ્તુઓ અન્ય તેલની સરખામણીએ 10 ગણા વધારે દિવસ રાખી શકાય છે. હાલ સરકારમાં મંજૂરી માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

Leave Comments