જૂનાગઢના માંગરોળ ખાતે ખેડૂતોએ મગફળીનો પાક સળગાવી દીધો

November 8, 2019 1565

Description

કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. જેમાં મહામહેનતે વાવેતર કરેલો પાક નિષ્ફળ નીવડતા ખેડૂતોમાં ભારે નિરાશા સાંપડી છે. ત્યારે જૂનાગઢના માંગરોળ ખાતે ખેડૂતોએ મગફળીનો પાક સળગાવી દીધો છે.

ઓસા ગામે રોષે ભરાયેલા ખેડૂતોએ મગફળીનો પાક નિષ્ફળ જતા સળગાવ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવીને મહામેહનતે વાવેતર કર્યું હતુ.

પરંતુ વરસાદે વિનાશ વેરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. 12 વીઘામાં વાવેતર કરેલી બગડેલી મગફળીની મજૂરી પણ પોસાય તેમ ન હતી. જેથી ખેડૂતોએ મગફળી સળગાવી દીધી છે.

Leave Comments