જમ્મૂ કશ્મીરના કઠુઆ રેપ કેસમાં 17 માસ બાદ ચુકાદો

June 10, 2019 1160

Description

કઠુઆ રેપ કેસમાં માસ્ટર માઈંડ સાંજીરામ, દીપક, પ્રવેશ, તિલકરાજ, સુરેન્દ્ર વર્મા અને આનંદ દત્તા સહિત છ આરોપી દોષિત જાહેર થયા. જ્યારે વિશાલ નામના એક આરોપીને નિર્દોષ જાહેર કરાયો છે.

તમામ આરોપીઓને કોર્ટે બપોરે બે વાગ્યે સજાનું એલાન. આ વર્ષની શરૂઆતમાં જમ્મૂ કશ્મીરના કઠુઆમાં એક એવી ઘટના સામે આવી હતી, જેણે આખા દેશને હચમચાવી દીધો હતો.

કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકી સાથે સામુહિક દુષ્કર્મ આચરી નરાધમોએ તેની હત્યા કરી દીધી હતી. જેના પર પઠાનકોટ કોર્ટે ચુકાદો આપતા સાતમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

આ મામલામાં કુલ આઠ આરોપી છે પરંતુ એક સગીર હોવાથી કોર્ટે સાત આરોપીઓ પર ચુકાદો સંભળાવ્યો. આઠ વર્ષની બાળકીની માતાએ ન્યાય માટે ગુહાર લગાવી હતી. અને દોષિતોને ફાંસીની સજાની માગ કરી છે.

Leave Comments