જાણો સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલા મઘરોલ ગામના લોકોનો મિજાજ

March 16, 2019 680

Description

રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા 2015માં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના મઘરોલ ગામને દત્તક લેવામાં આવ્યું હતું.

દત્તક લીધા પછી કરોડો રૂપિયાના ખર્ચે સાંસદની ગ્રાન્ટમાંથી વિકાસના કાર્યો કરવામાં આવ્યા હતા. પરંતુ જેટલી ગ્રાન્ટ મળી તેટલા કામો થયા ન હતા.

જેનાથી સામે આવ્યું કે વિકાસના કામોમાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે મામલે રાજકોટની ઓડીટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડીટ દરમિયાન કોન્ટ્રાક્ટરો દ્વારા લાખો રૂપિયાનો ગોટાળો થયો હોવાનું સામે આવ્યું.

જેના કારણે ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા રૂપિયા પરત મેળવવામાં આવ્યા. તેની જાહેરહિતની અરજી થતા હાઇકોર્ટે તેનો જવાબ માંગ્યો છે.

Leave Comments