મહિસાગરમાં વન વિભાગે ચાલુ કર્યું જનજાગૃતિ અભિયાન

February 18, 2019 1130

Description

મહીસાગરમાં વાઘની હાજરી હોવાનુ સ્પષ્ટ થતા વનવિભાગે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે. જિલ્લાભરમાં વાઘ વિશેની માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. લુણાવાડા, કડાણા અને સંતરામપુરમાં માહિતી આપવામાં આવી રહી છે.. જુદી જુદી 22 ટીમ બનાવવામાં આવી છે..

આ ટિમ જિલ્લા ના અલગ અલગ ગામ ની મુલાકાત લઈ વાઘ વિશે ના ભય અને રોષ દૂર કરવા માટે લોકો સાથે મિટિંગ કરી રહી છે . બેનરો લગાવીને તેમજ ઘરે ઘરે પત્રિકાનું વિતરણ કરીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા વાઘ દ્વારા જો પાલતુ પ્રાણીને વાઘ દ્વારા નુકસાન થશે તો વળતર પણ આપવાની જાહેરાત કરાઈ છે..

જેમાં ગાય ભેેંસને 30 હજાર, ઘોડા-બળદ માટે 25 હજાર અને બકરા ઘેટાં માટે 3 હજારની સહાય આપવામાં આવશે. તેમજ કોઇ શકમંદ માણસ દેખાય તો વન વિભાગ ને જાણ કરવા લોકોને સૂચના આપવામાં આવી છે. મહત્વનુ છે કે વનવિભાગ દ્વારા મહીસાગરના સંતરામપુર, કડાણા અને લુણાવાડા વિસ્તારોમાં પાંજરા મૂકી દેવાયા છે. જંગલની નજીક અને નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરીને રાત્રિના સમયે જૂથ બનાવી ચોકી કરવાનો આદેશ અપાયો છે.

Leave Comments