જામનગર : હાપા યાર્ડમાં ડુંગળીનો ભરાવો: યાર્ડમાં ભાવ ગગડ્યા

December 2, 2019 1085

Description

એક તરફ સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ ભડકે બળે છે ત્યારે બીજી તરફ જામનગરના હાપા યાર્ડમાં વિશાળ માત્રામાં ડુંગળી ઠાલવવામાં આવી છે. જેને લઇને ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે.

ડુંગળીના ભાવમાં રૂા.200નું ગાબડું પડ્યું છે. હાપા યાર્ડમાં થતા સોદા મુજબ ડુંગળીના ભાવ થોડા દિવસ પહેલા 20 કિલોના રૂા.1100થી 1150 સુધી રહ્યા હતા. બાદમાં ડુંગળીના ભાવો રૂા.900 આસપાસ થતાં ખેડૂતોએ ડુંગળીનું ભાવ મળી રહ્યાં છે. ત્યારે 20 કિલોએ ભાવમાં 200 ઓછા મળી રહ્યાં છે.

યાર્ડમાં આવકને પગલે હાલ ડુંગળીનો ભરાવો થતાં યાર્ડ સત્તાધિશોએ ડુંગળીની આવક બંધ કરી છે. જોકે આવક વચ્ચે ડુંગળીના છૂટક ભાવ હજી પણ ઉંચા બોલાઇ રહ્યાં છે. છૂટક બજારમાં ડુંગળી 70 થી 80 રૂપિયા ભાવ વસુલવામાં આવે છે.

Leave Comments