જામનગરની પીવાના પાણીની સમસ્યા દુર થશે, જાણો કેવી રીતે ?

January 8, 2019 935

Description

જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-3 ડેમને નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સૌની યોજના હેઠળ આ ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યો છે. જેને લીધે હવે આગામી દિવસોમાં શહેરને પીવાના પાણીની સમસ્યાથી છૂટકારો મળશે. મહત્વનું છે કે ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે અછતની સ્થિતી છે. સાથે જ જામનગર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા જળાશયો પણ ખાલીખમ છે. ત્યારે આજી-3 ડેમને નર્મદાના નીરથી ભરી પાણીની અછત સામે રાજ્ય સરકાર અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આગોતરા પગલા લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દરરોજનું 425 એમએલડી અને કુલ 16,800 એમએલડી પાણી આજી-૩માં ઠાલવાશે. ત્યાંથી આ પાણીનો જથ્થો ખીજડીયા સમ્પ ખાતે થઈને જામનગર સુધી લવાશે.

Leave Comments