આ બાળકના મોઢે કડકડાટ બોલાતા સંસ્કૃતના શ્ર્લોકો સાંભળીને રહી જશો દંગ

June 18, 2019 4325

Description

સંસ્કૃત ભાષાનું વેદ અને પુરાણમાં આગવું મહત્વ છે. તેની પવિત્રતા પણ એટલી જ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સંસ્કૃત ભાષામાં શ્લોક બોલવાથી ભગવાનને પણ ગમે છે. ત્યારે આવી જ સંસ્કૃત ભાષા કે જે સમજવા અને બોલવામાં ખુબજ અઘરી હોય છે મોડાસા તાલુકાના જીતપુર ગામના ધોરણ એકમાં અભ્યાસ કરતા જય પટેલે પ્રભુત્વ મેળવ્યું છે. અને શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો કડકડાટ રીતે કંઠસ્થ બોલી શકે છે.

નાનપણથી જ સ્વાધ્યાયમાં નિયમિત જવાની ટેવ અને ગીતાનો પાઠ કરવાની નિયમિતતાના કારણે જય પટેલ દરરોજ એક એક શ્લોકનું પઠન કરી તૈયાર કરતો હતો. એક વખત શ્લોક તૈયાર કર્યા બાદ તે શ્લોક ક્યારેય ભૂલતો નહોતો. આમ સતત ગીતાના 15 શ્લોક સંસ્કૃત ભાષામાં તેની કાલી ગેલી પણ સમજાય એવી ભાષામાં તે છૂટથી બોલી શકે છે. ત્યારે જાણે ભગવાન જયના હૃદયમાં બિરાજમાન હોય એવું લાગી રહ્યું છે.

Leave Comments