વાઘ અંગે મહિસાગરના જંગલમાં તપાસનો ધમધમાટ

February 13, 2019 1475

Description

મહિસાગરના લુણાવાડામાં વાઘ દેખાયાના દાવા બાદ વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનવિભાગની ટીમ દ્વારા જંગલમાં ફરીથી જુદા જુદા લોકેશન પર નાઈટ વિઝન કેમેરા ગોઠવી સર્ચ ઓપરેશન હાથધરવામાં આવ્યું છે. આ નાઈટ વિઝન કેમેરા 50 ફૂટ દુર સુધી સ્પષ્ટ ફોટો લઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે.

ટીમ દ્વારા વહેલી સવારે 4 વાગ્યાથી જ વાઘનું લોકેશન મેળવવા પ્રયાસ હાથધરાયો છે. મહત્વનું છે કે સમગ્ર મામલે વન વિભાગે શરૂ કરેલી તપાસમાં અનેક મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં ઝાડ અને જમીન પર પંજાના નિશાન મળ્યા છે. જેના આધારે વનવિભાગની ટીમે મહિસાગરના જંગલમાં નાઈટ વિઝન કેમેરા ગોઠવી સર્ચ ઓપરેશન હાથધર્યું છે.

Leave Comments