‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર, પાઈપલાઈન રિપેર કામગીરી કરાઈ

January 28, 2020 620

Description

બનાસકાંઠામાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર જોવા મળી છે. ત્યારે થરાદમાં મામલતદારના બંગલા પાસે પાણી ભરાયું હતું. જેમાં ન.પા. દ્વારા પાઈપલાઈન રિપેર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં નગરપાલિકાએ પાઈપલાઈન કાપી બંને બાજુ બૂચ મારી દેવાયું છે.

જેમાં ન.પા અને પાણી પુરવઠા વિભાગ સ્વીકારતા નહોતા કે કોની પાઈપ લાઈન છે. અંતે પાણી પુરવઠા વિભાગની પાઈપલાઈન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ‘સંદેશ ન્યૂઝ’ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

Leave Comments