સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બંધક મહિલાને મુક્તિ મળી

January 24, 2020 755

Description

સંદેશ ન્યૂઝ હંમેશા પ્રજાની સમસ્યાને વાચા આપતુ આવ્યુ છે. ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ બંધક મહિલાને મુક્તિ મળી છે. જેમાં બનાસકાંઠાના લક્ષ્મીપુરા ગામની આ વાત છે. જ્યાં એક શિક્ષક તેની પત્ની માનસિક રોગી હોવાથી બંધક બનાવીને રાખતો હતો.

સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા કલેક્ટર, તેમજ દહેજ પ્રતિબંધ અધિકારી, પોલીસ તથા પ્રાથમિક આરોગ્ય અધિકારી દોડતા થયા હતા. આખરે આ દોષિત શિક્ષકનુ ઘર શોધી કાઢ્યુ. પોલીસને જોતા જ પતિએ માનસિક દિવ્યાંગ પત્નીને ઓરડીમાંથી બહાર કાઢી દીધી.

આ શિક્ષક એટલો નફ્ફટ કે તેણે 4 વર્ષથી પત્નીની સારવાર કરવી નથી. આટલુ ઓછુ હોય તેમ બીજી પત્ની સાથે એશોઆરામથી જીવન જીવી રહ્યો છે. ઓરડી જોઇને જ ખ્યાલ આવી જાય કે આ મહિલાને કેવી રીતે રહેતી હશે. હાલતો મહિલાને મુક્ત કરી છે પરંતુ તેની તાત્કાલિક સારવાર થવી અનિવાર્ય બને છે.

 

Leave Comments