ગરમી વધતા લોકો ત્રાહીમામ, ગરમીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો

April 12, 2019 2600

Description

ઉનાળાના આરંભે જ ગરમીનો પારો ઉંચો રહ્યો છે. ગરમીનો પારો વધતા લોકો ત્રાહીમામ થઇ ગયા છે. ઉનાળો સતત આકરો બની રહ્યો છે. ત્યારે રાજ્યના મોટા ભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

શહેરના તાપમાન પર નજર કરીએ તો  અમદાવાદમાં 42.0 ડિગ્રી, ડીસામાં 42.0 ડિગ્રી, વડોદરામાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, ભાવનગરમાં 40.2 ડિગ્રી ભૂજમાં 41.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં 41.4 ડિગ્રી અમરેલીમાં 42.4 ડિગ્રી, ગાંધીનગરમાં 41.6 ડિગ્રી, વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી  તાપમાન નોંધાયું છે.વધતી ગરમીને પગલે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. ત્યારે તંત્રએ લોકોને બપોરના સમયે ઘરની બહાર જવાની ના પાડી છે.

Tags:

Leave Comments