પાણીની તંગી વચ્ચે થરાદમાં માનવતા મહેકી, સ્વખર્ચે લગાવ્યા હેન્ડપંપ

May 18, 2019 785

Description

થરાદ સીટીમાં પાણીના પોકાર વચ્ચે માનવતા મહેકી ઉઠી, શહેરનો ફીલ્ટર પ્લાન્ટ જે મુકવામાં આવ્યો છે. તે શોભાના ગાઠિયા સમાન બની રહ્યો છે. જેથી થરાદ સીટીને જે પાણી મળે છે તે પ્રદુષિત પાણી મળી રહ્યુ છે.

આ સમસ્યા વચ્ચે સગરામ પ્રજાપતિએ પોતાના ખેતરમાં પહેલા એક હેન્ડપંપ બનાવામાં આવ્યો હતો. વધારે સંખ્યામા નગરજનો ખેતરે પાણી ભરવા આવવા લાગ્યા તો સગરામભાઈએ પોતાના જ ખેતરમાં ૩થી ૪ હેન્ડપંપ સ્વખર્ચે બનાવી દીધા છે. નગરજનોનો આક્ષેપ છે કે અમારા ધરે જે પાણી આવે છે તે ગંદુ અને ક્યારેક તો તેમા જીવડા પણ આવે છે.

Leave Comments