લીલી પરિક્રમા કરવા આવતાં યાત્રિકો માટે ખુશીના સમાચાર

November 8, 2019 2045

Description

ગુજરાતના માથા પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. મહા વાવાઝોડું અરબી સમુદ્રમાં જ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જો કે મહા વાવાઝોડાની અસરને કારણે ગુજરાતમાં કેટલીય જગ્યાઓએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો મહા વાવાઝોડાની અસર ન દેખાતાં લીલી પરિક્રમા કરવા ઈચ્છતાં લોકો માટે પણ એક સારા સમાચાર છે.

મહા વાવાઝોડાને કારણે લીલી પરિક્રમા પહેલાં રદ થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. પણ મહા વાવાઝોડું નબળું પડી જતાં હવે લીલી પરિક્રમાના દ્વાર ખુલી જશે. આ મામલે જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે જાહેરાત કરી છે કે, વાવાઝોડાની કોઈ અસર ન જણાતા હવે લીલી પરિક્રમા રદ નહીં થાય. અને આવતીકાલ એટલે કે શુક્રવારની રાત્રે બાર વાગ્યે લીલી પરિક્રમાનો દરવાજો ખોલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડા ગુજરાતમાં આફત નહીં લાવે. પણ તેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતની જગ્યાઓએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તેની અસરને જોતાં ગુજરાત સરકાર દ્વારા પણ તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવ્યા છે. અને એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.

Leave Comments