સાસણ ગીર જતાં પ્રવાસીઓ માટે જોખમ, જુઓ શ્વાસ થંભાવી દે તેવો વીડિયો વાઇરલ

November 28, 2019 2885

Description

ગીર-સાસણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાસણના પ્રવાસીઓ માટેનો જોખમી વીડિયો સામે આવ્યો છે. પ્રવાસીઓને જીપ્સીમાં લઈ જતા રૂટ પરનો જોખમી વીડિયો આટલી નજીકથી સિંહ જોવા પ્રવાસીઓ માટે જોખમી વીડિયો જોઈ સૌ કોઈ ચોંકી જાય. આ સિંહ જો પ્રવાસી પર હુમલો કરી બેશે તો જવાબદાર કોણ ?

પ્રવાસીઓને જીપ્સીમાં લઈ જતા રૂટ પરનો વીડિયો જીપ્સીને બે ફૂટ જ દૂર જોવા મળી રહ્યો છે. આજ સુધીની ભાગ્યે જ બનેલી ઘટનામાં પ્રવાસીઓને લઈને આવતી જીપ્સીની નજીક સિંહ હોવાથી પ્રવાસીઓના પણ શ્વાસ અધ્ધર ચડી ગયા હશે. આટલી નજીકથી સિંહ જોવા એ પ્રવાસીઓ માટે કદાચ જોખમી પણ સાબિત થઈ શકે છે.

આ વીડિયો થોડા દિવસો પહેલાનો જ હોવાની વનવિભાગમાં ચર્ચા ચાલે છે. આ વીડિયો જોઇ સૌ કોઇ ચોકી જાય ત્યારે આ ગંભીર પ્રકારના આ દ્રશ્યોની વનવિભાગે તપાસ કરવી જરૂરી છે. સિંહને વનવિભાગે પાલતુ તો નથી બનાવી દીધા ને. જિપ્સી રૂટના સિંહ પાલતુ જેવા થઈ ગયા હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે.

Leave Comments