વાપીમાંથી ફોરેસ્ટ વિભાગે 37 લાખના ખેરના લાકડાંનો જથ્થો ઝડપ્યો

July 11, 2019 1100

Description

વાપીમાં ખેરના લાકડાંની મોટાપાયે ચોરી કરવામાં આવી રહી છે. તેવી મળેલી બાતમીના આધારે વનવિભાગ દ્રારા લાકડાંના ડેપો પર ઓચિંતી રેડ કરી.

તો ડેપો પરથી 37 લાખનો ખેરના લાકડાંનો જથ્થો ઝડપાયો. વનવિભાગે ડેપો માલિક શૈલેષ મહેતાની ધરપકડ કરી. લાકડાના વેપારી પાસેથી પાસ, પરમીટ કે કાગળો નહીં મળતા ધરપકડ કરવામાં આવી.

શૈલેષ મહેતા વાપીના ટ્રેડવેલ કોર્પોરેશનના માલિક પણ છે. શૈલેષ મહેતાનું વાપીમાં સમાજ સેવક તરીકે મોટું નામ છે. ફોરેસ્ટ વિભાગ હાલ શૈલેષ મહેતાના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments