પંચમહાલમાં નદી પાર કરી જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ

July 11, 2019 725

Description

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના પરૂણા ગામની શાળામાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા આવે છે. કાશીયા ઘોડા, અગાસીની મુવાડી જેવા ગામના બાળકો અભ્યાસ માટે પરૂણા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળા ખાતે આવે છે.  વિદ્યાર્થીઓને ચોમાસામાં વહેતી ગોમા નદી પસાર કરવા મજબૂર બન્યા છે.

ઉપરવાસમાં વરસાદ પડે તો નદી બે કાંઠે વહે છે. ત્યારે ધસમસતા પ્રવાહમાં નદી પસાર કરવી બાળકો માટે કયારે મુસીબત બને તે કહેવું મુશ્કેલ છે. વધુ વરસાદ પડે તો નદીમાં પૂર આવે તો બાળકોને શાળામાં રોકાવું પડે છે.

કારણ કે ઘરે જવાનો બીજો કોઇ વિકલ્પ નથી. તો કેટલીક વાર બાળકોને શિક્ષણનો ભોગ આપવો પડે છે. તો પણ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે. શિક્ષણનો વ્યાપ વધારવા માટે સરકાર દ્રારા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પરંતુ તે માત્ર કાગળ પર જ હોય તેવું દેખાઇ રહ્યું છે.

Leave Comments