સિંચાઈનું પાણી ન મળતા પંચમહાલ જિલ્લામાં ખેતી નિષ્ફળ

April 24, 2019 1115

Description

ગત વર્ષે ઓછો વરસાદ થવાને લીધે છેવાડાના ગામોમાં સિંચાઇની સમસ્યા ઉભી થઇ છે. તો બીજી તરફ એવા પણ ગામો છે જ્યાં કેનાલમાં પાણી હોવા છતાં તંત્રના પાપે પાણી મળતુ નથી.. એવી જ સ્થિતિ છે પંચમહાલના કેટલાક વિસ્તારની.. કાલોલના પીંગળી ગામ પાસેથી પાનમ કેનાલ પસાર થાય છે.

જેમાં ઉનાળાની શરૂઆતમાં પાણી છોડવામાં તો આવે છે.. પરંતુ 100 કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં પહોંચતુ નથી.. પીંગળી,સાગાના મુવાડા,રામપુર,કાનોડ સહીતના ગ્રામ્યવિસ્તારોમાં પાનમ સિંચાઈનું પાણી પહોંચતુ નથી..જેથી આ ગામોની ખેતરોમાં પાક પાણી વિના સૂકાઇ જાય છે.

ઢોર ઢાંખરોને પણ ઘાસચારો મળતો નથી. ગ્રામજનો દ્વારા પાણી છોડવા માટે અનેક રજૂઆતો કરવા છતાં પાનમસિંચાઇનુ પાણી છોડવામાં આવતુ નથી.. મોંઘા ભાવના બિયારણ,ખાતર,પાણી અને મહેનત માથે પડી છે.. ડાંગર,બાજરી, મકાઈ,જુવાર સહીત ઘાસચારો જેવા પાકો અધૂરા સમયે કાપી રહ્યા છે. જેનાથી ખેડ઼ૂતોને આર્થિક ફટકો પડશે.

Leave Comments