ડીસા માર્કેટીંગ યાર્ડમાં નિગમ અધિકારીઓ અને મજુરો વચ્ચે છુટ્ટા હાથે મારામારી

February 11, 2019 860

Description

બનાસકાંઠાના ડીસામાં ખેડૂતોની મગફળી નિગમના નિયુક્ત ખરીદી અધિકારીઓ ન કરતા વિવાદ થયો છે. ત્યારે નિગમ અને ડીસા માર્કેટયાર્ડના મજૂરો પણ મંજૂરી વિવાદમાં સામસામે આવી ગયા છે.

અને બંને વચ્ચે છુટ્ટા હાથની મારમારી ના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતી એટલી વણસી કે મજૂરો કામ પરથી અડગા થઇ ગયા છે.

હિંસક વલણથી ભયભીત થયેલ મજૂરોએ પોલીસ પ્રોટકસન વગર કામ કરવાની ના પાડી છે. નિગમ અને મજૂરો વચ્ચેની આ બબાલમાં ખેડૂતોની પરિસ્થિતી કફોડી બની છે.

ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા આવ્યા હતા. અને આ હોબાળાથી ખરીદી બંધ કરવામાં આવી છે અને ખેડૂતો રઝડી પડ્યા છે.

Leave Comments