પાટણના 22 ગામોમાં સિંચાઇના પાણીને લઇને ખેડૂતોનું આંદોલન

December 14, 2018 1025

Description

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના 22 ગામોના ખેડૂતો સિંચાઈના પાણીને લઈને આંદોલન પર ઉતર્યા છે. ખેડૂતોને છેલ્લા 15 દિવસથી ખોરસમ કેનાલ માંથી સિંચાઈ માટે પાણી ન અપાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

પાણી ન મળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થઈ રહ્યું છે. જેને લીધે ખેડૂતોએ રેલી યોજીને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ તંત્રનું જીવતુ જગતીયું કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Leave Comments