જામનગર જિલ્લામાં મેઘરાજા મહેર થતા જગતનો તાત ખુશખુશાલ

July 28, 2021 1130

Description

જામનગર જિલ્લામાં રહી રહીને મેઘરાજાએ મહેર કરતાં ખેતીના પાકને નવજીવન મળ્યું છે, અને જિલ્લામાં કપાસ અને મગફળી પાકોનું વાવેતર સફળ થશે તેવું ખેતીવાડી વિભાગનું માનવું છે, ખેડૂતોનું કહેવું છે કે હજુ એક વરસાદ આવી જાય તો કપાસ અને મગફળીનું ઉત્પાદન સારું રહેશે. જામનગર જિલ્લામાં કુલ વાવેતર વિસ્તાર 3,61,533 હેકટર છે. જેમાં જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 3,26,646 હેકટર વાવેતર નોંધાયું છે. જેમાં મગફળીમાં 1,82,230 હેકટર અને કપાસમાં 1,24,208 હેકટર વાવેતર થઇ ગયું છે. જિલ્લામાં મોડા વરસાદને કારણે હજુ 20% જેટલું વાવેતર થવાનું બાકી છે, જેમાં છેલ્લા 4 દિવસથી જામનગર પંથકમાં સારા વરસાદને કારણે વાવેતર વધવાની શક્યતા છે.

Leave Comments

News Publisher Detail