ભાવનગરમાં રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય, વાહન ચાલકો પારાવાર મુશ્કેલી

August 18, 2019 590

Description

રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય., રસ્તા વચ્ચે બેઠેલા પશુઓથી ભારે હાલાકી. આ રસ્તા પરથી પસાર થાઓ એટલે જાણે ડાન્સિંગ કારમાં બેઠા હોઇએ તેવો અનુભવ થાય. આ બિસ્માર હાલત છે ભાવનગર રાજકોટ હાઇવેની. અંહી ઠેર ઠેર ખાડાનુ સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.

આટલુ ઓછુ હોય તેમ રોડ રસ્તા વચ્ચે બેઠેલા પશુધનને કારણે હાઇવે પરથી પસાર થવુ મુશ્કેલ બન્યુ. છેલ્લા ઘણા સમયથી હાઇવે બિસ્માર હાલતમાં છે. કોઇ સમારકામ કરવા તરફ ધ્યાન આપતુ નથી. પ્રજા સમયર ટેક્સ ચૂકવે છે તેમ છતાં આવી હાલાકી વેઠવાનો વારો આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો.

મોટા વાહનો હોય કે દ્રિચક્રી વાહનો. આ રોડ પરથી પસાર થનાર દરેક વ્યક્તિ પરેશાન થાય છે. તેમજ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. જે અંગે તંત્રને રજૂઆત કરાતા તંત્રએ વરસાદનુ બહાનુ કાઢીને પોતાની નિષ્ફળતા છૂપાવવાનો પ્રયાસ કર્યો.

Leave Comments