બનાસકાંઠાના રાછેણા ગામે કોઇ જ જળસ્ત્રોત નથી

May 17, 2019 1790

Description

સંદેશ ન્યૂઝ પાણીની તંગીને લઇને છેવાડાના ગામોનો ચિતાર જાણવા બનાસકાંઠા પહોંચ્યુ છે. બનાસકાંઠાના રાછેણા ગામથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપ જોઇ રહ્યા છો. 1200 લોકોની વસ્તી ધરાવતા ગામમાં કોઇ જ જળસ્ત્રોત નથી. એક ટાંકી છે પરંતુ તેમાં પણ 4 દિવસે એકવાર પાણી આવે છે.

ઘરે ઘરે ટેન્કર મોકલાવીને પાણી આપીશુ તેમ કહેનારા બાબુઓ અંહી ખોટા સાબિત થયા છે.. પાણી પીવુ હોય કે પછી ઢોરને આપવુ હોય. ઘરનુ કામ કરવુ હોય કે પછી સિંચાઇ માટે.. પાણી માટે ગ્રામજનો વલખાં મારી રહ્યા છે. ગામમાં ક્યારે ટેન્કર આવશે તેવી રાહ જોઇને ગ્રામજનો બેઠા છે.

પરંતુ તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. પાણી માટે ગ્રામજનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી પરંતુ તંત્ર આંખ આડાકાન કરતા ગ્રામજનો પાણી માટે ટળવળી રહ્યા છે.

Leave Comments