DRIએ ગુજરાતમાં રૂ.75 લાખના ડ્રગ્સ સાથે બે આરોપીની કરી ધરપકડ

November 17, 2018 2045

Description

નશાખોરોએ ગુજરાતને નશાનો અડ્ડો બનાવી દીધો છે. રોજે રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂ, ગાંજો, અફીણનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. ત્યારે હવે ડ્રગ્સ માફિયાઓ પણ ગુજરાતમાં સક્રીય બન્યા છે. ગુજરાતમાં ડ્રગ્સનો કાળાકારોબાર ધીરે ધીરે વિકસી રહ્યો છે. ત્યારે ડ્રગ્સ માફિયાઓને પકડવામાં DRI પણ મથી રહી છે. પરંતુ છાસવારે ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે.

બાતમીના આધારે DRIએ અંકલેશ્વર, સુરત અને અમદાવાદમાં તપાસ હાથ ધરતાં રૂપિયા 75 લાખના ડ્રગ્સ સાથે 2 આરોપીને ઝડપવામાં સફળતાં મળી છે. DRIએ મિયાંઉ મિયાંઉ પાર્ટી ડ્રગ્સ તરીકે વપરાતાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આ શખ્સો ઝઘડિયા નજીકની બંધ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતાં હતાં. અને આ ડ્રગ્સને મુંબઈ લઈ જવાનો હતો.

Leave Comments