ભરૂચના જંબુસરના સીગામના ધુ્વ પંડ્યાની મહેનત રંગ લાવી

December 29, 2019 5750

Description

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. પોતાના ધ્યેયને સિદ્ધ કરવા પરિશ્રમ અને ખંતથી મહેનત કરવી જરૂરી છે. ત્યારે ભરૂચના જંબુસરના સીગામના ધુ્વ પંડ્યાની મહેનત રંગ લાવી છે. જેમાં ધ્રુવે 21 વર્ષની ઉંમરમાં જ વૈજ્ઞાનિક બનવા માટે આયુકાની એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી છે.

પૂનામાં આવેલી ઈન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ રિસર્ચ સેન્ટરમાં આ વખતે પી.એચડી માટે 7 બેઠકની જ એન્ટ્રન્સ પરીક્ષા લેવાઇ હતી. જેમાં હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધ્રુવે ચંડીગઢના મોહાલીમાં ઈન્ડિયન ઇન્ટિટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચમાં ફિઝિક્સ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યુ છે.

મહત્વનુ છે કે, ધ્રુવના પિતાનું ૧૦ વર્ષ પહેલા અવસાન થયુ હતુ, પરંતુ તેને વિજ્ઞાન તરફ એટલી હદ સુધી રૂચી હતી કે તેણે તમામ પરિસ્થિતિનો સામનો કરીને પરિવાર સહિત ગુજરાતનુ નામ રોશન કર્યુ છે.

 

 

Leave Comments