ધીરૂભાઇ ઉકાણીએ વતનમાં તળાવો-ચેકડેમ બનાવી દૂર કરી પાણીની સમસ્યા

June 9, 2020 5075

Description

અમરેલી જિલ્લાના ઇંગોરાળાના વતની અને હાલ સુરતમાં વ્યવસાય કરતા ધીરૂભાઇ ઉકાણીએ ગામમાં 11 તળાવો અને ચેકડેમ બનાવીને પાણીની સમસ્યા દૂર કરી છે. હાલ જિલ્લામાં વરસાદને પગલે આ તળાવ અને ચેકડેમ ભરાઇ ગયા છે.. ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આ તળાવના પાણીનો લાભ આસપાસના 2600 વીઘા જમીનની ખેતીને મળ્યો છે.. હવે આ પાણીથી ખેડૂતો મોસમ આધારીત ખેતી પણ લઇ શકશે.. અને ખેડૂતોની આવકમાં વધારો પણ થશે.

 

Leave Comments