ડીસા માર્કેટીંગ યાર્ડમાં સિક્યુરીટી અને ગેટમેને વેપારીને માર માર્યો

January 11, 2019 635

Description

બનાસકાંઠાના ડીસા શાકમાર્કેટ યાર્ડમાં શેષના રૂપિયા લેવા મામલે હોબાળો થયો. શાકમાર્કેટ યાર્ડમાં ખોટી શેષની રકમ લેવા બાબતે ગેટમેન અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ગેટમેન અને સિક્યુરિટી દ્વારા વેપારીને ધોકા વડે માર મારવામાં આવ્યો હોવાનો વેપારીએ આરોપ લગાવ્યો છે.

ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ગેટમેન અને સિક્યોરીટી ગાર્ડે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી.

Tags:

Leave Comments