નડિયાદમાં સેનેટરી વિભાગના ચેકિંગમાં પિઝાના દુકાનની પોલ ખુલી

February 19, 2020 1040

Description

ખેડાના નડિયાદમાં કોલેજ રોડ પર આવેલ પિઝાની દુકાનમાં ઉંદર અને વંદા જોવા મળ્યા હતા. જેમાં પાલિકાના સેનેટરી વિભાગના ચેકિંગમાં પિઝા દુકાનની પોલ ખુલી પડી છે. ત્યારે રસોડામાં પીઝાની પ્લેટમાં ઉંદરની લીંડીઓ જોવા મળી છે.

દુકાન માલિકને 5 હજારનો દંડ ફટકારીને તંત્રએ સંતોષ માની લીધો છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારને અધિકારીઓએ માત્ર દંડ ફટકારી દેતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આવા વેપારીઓની તો દુકાન સીલ કરવા જેવા કડક પગલાં લેવા જોઇએ. ત્યારે કામગીરી માત્ર દેખાડા પૂરતી જ થતી હોય તેવું લાગી રહ્યું છે.

 

Leave Comments