વડોદરામાં માવઠાથી જામફળનાં પાકને થોડું નુક્સાન

January 13, 2020 380

Description

થાઇ જામફળ નામ સાંભળીને જ ખ્યાલ આવી જાય કે આ જામફળ તો થાઇલેન્ડમાં થાય. પણ વડોદરા જીલ્લાનાં ડભોઇ તાલુકાનાં ભાવપુરા ગામનાં એક પ્રગતિશિલ ખેડૂત મહેશભાઇ પટેલે પોતાની 50 વીઘા જમીનમાં થાઇ જામફળ વાવ્યા છે.

અને તેના દ્વારા તેઓ વર્ષે 1 કરોડ રૂપિયાની કમાણી કરે છે. વળી, ઉત્તરાયણનાં તહેવામાં વડોદરા જીલ્લામાં આ જામફળની ખુબ માગ વધી છે. મહેશભાઇ પટેલ 2011માં છત્તીસગઢનાં પ્રવાસે ગયા હતા.

ત્યાં તેમણે થાઇ જામફળની ખેતી જોઇ અને તેના પરથી પ્રેરણા લઇને તેમણે છત્તીસગઢથી રૂ.180નો એક એવા રોપા મંગાવીને વાવ્યા. અને તેમાં તેમને સફળતા મળી. આ જામફળ ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અને માર્કેટમાં હાલ તેનાં 60 થી રૂ.100 સુધીનાં ભાવ મળી રહ્યાં છે. જો કે, આ વખતે કમોસમી વરસાદથી જામફળનાં પાકને થોડું નુક્સાન થયું છે.

Leave Comments