ખેડાના વડતાલમાં આચાર્ય પક્ષને ઝટકો, દેવપક્ષમાં ખુશીનો માહોલ

January 8, 2020 350

Description

વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ કમિટીમાં ચૂંટણી પહેલા આચાર્ય પક્ષને ઝટકો મળ્યો છે. જેમાં નિત્યસ્વરૂપ સ્વામી આચાર્ય પક્ષમાંથી દેવપક્ષમાં જોડાયા છે. ત્યારે આચાર્ય પક્ષના નિત્યસ્વરૂપ સ્વામી પ્રખર કથાકાર અને વક્તા છે.

નિત્યસ્વરૂપ સ્વામી સાથે 20થી વધુ સંતો અને હરીભક્તો દેવપક્ષમાં જોડાયા છે. જેમાં 20 જાન્યુઓરીએ 100 સંતો દીક્ષા ગ્રહણ કરશે. ત્યારે નિત્યસ્વરૂપ સ્વામી આચાર્ય પક્ષમાંથી દેવપક્ષમાં જોડાતા દેવપક્ષમાં ખુશીનો માહોલ છવાયો છે.

આચાર્ય રાકેશ પ્રસાદે સંતોને આવકારીને દેવપક્ષમાં સ્વાગત કર્યું છે. મહત્વનું છે કે, એપ્રિલ મહિનામાં વડતાલ સ્વામિનારાયણ ટેમ્પલ કમિટીની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા થયેલ ફેરબદલથી વડતાલ સંપ્રદાયના રાજકારણમાં ગરમાવો થયો છે. દેવપક્ષમાં 100થી વધુ સંતો જોડાતા ચૂંટણીમાં આ સંતોના મતનો ફાયદો થશે.

 

 

Leave Comments