ક્રાઇમ એલર્ટમાં જુઓ જૂનાગઢ, બનાસકાંઠા, જેતપુર અને જામનગરની ગુનાખોરીનો રિપોર્ટ

October 17, 2020 395

Description

આજે વધુ એક ગુજરાતની દિકરીની હત્યા કરાયેલી લાશ મળી આવી બનાસકાંઠામાંથી. છાશવારે બનતી આવી ઘટનાઓ ક્યાંક તંત્ર અને સરકારને કોઠે ના પડી જાય. જરૂર છે આરોપીઓ સામે હજુ પણ કાયદાઓ કડક કરવાની.

જૂનાગઢમાં ડબલ મર્ડર મિસ્ટ્રીનો ઉકેલાયો ભેદ. એક સાથે બે નિર્દોષ લોકોની હત્યાને અંજામ આપનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. કોણ છે આરોપીઓ જેણે એકસાથે બે બે હત્યાને આપ્યો અંજામ. શા માટે કરવામાં આવી હત્યા. જોઈએ જૂનાગઢની ડબલ મર્ડર મિસ્ટ્રી જે કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી.

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે હત્યાને આપ્યો અંજામ. જેતપુરમાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને પામવા માટે એ હદે પાગલ બન્યો કે પ્રેમમાં આડખીલી બનતા પ્રેમિકાના મામાની કરી નખી હત્યા. જો કે આ પ્રેમીને તેની પ્રેમિકા તો ન મળી પરંતુ જેલના સળિયા ગણવાનો વારો જરૂર આવ્યો છે.

જામનગર જીલ્લામાં છેલ્લા 20 દિવસમાં 5 દુષ્કર્મની ઘટનાઓ બની છે. જેમાં વધુ એક દુષ્કર્મની ઘટના ધ્રોલ પોલીસ મથકમાં નોંધાઈ છે. દુષ્કર્મનો આરોપી તો ઝડપાઈ ચુક્યો છે પણ આવી ઘટનાઓને રોકવા માટે કોઈ નક્કર પગલા નથી લેવાઈ રહ્યા.

Leave Comments