મોરબી જિલ્લાની સિંચાઈ યોજનાઓમાં કરોડનો ભ્રષ્ટાચાર સામે આવ્યો

September 19, 2018 7235

Description

મોરબી જિલ્લામાં સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યુ છે. મોરબી ના માળિયા મિયાણા તાલુકામાં નાની સિંચાઈ કામમાં 20 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર થયુ હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈ યોજનામાં ભ્રષ્ટાચાર થયુ હોવાનું સામે આવ્યુ છે. હાલમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે.

પૂર્વ મંત્રી જંયતિ કવાડિયાએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. માળિયા મિયાણાના નવા સુલ્તાનપુર ગામમાં તળાવ ઊંડું ઉતારવા માટેની થયેલ કામગીરીમાં લાખનો ખર્ચ થયુ હોવાનું ગ્રામજનોના ધ્યાને આવતા સરપંચ સહીતના ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

Leave Comments