સાવધાન : શિયાળામાં વધારે ઘાતક બની શકે છે કોરોના

October 23, 2020 740

Description

શિયાળામાં વધારે ઘાતક બની શકે છે કોરોના વાયરસ. AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું કહેવુ છે કે શિયાળામાં સ્વાઇન ફ્લૂ ઝડપથી ફેલાય છે. એ જ રીતે શિયાળામાં કોરોના વાયરસ પણ ફેલાશે. એવા પણ પુરાવા છે કે કોવિડ -19 ના પ્રસારમાં હવાનું પ્રદૂષણ પણ મોટી હદ સુધી મદદ કરશે.

ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ડો રણદીપ ગુલેરિયાએ ICMRના એ દાવા પર પણ પ્રતિક્રિયા આપી હતી જેમાં કહેવામાં આવ્યું હતુ કે પ્લાઝ્મા થેરેપીથી કોવિડથી થતા મૃત્યુમાં ઘટાડો આવ્યો નથી. ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે પ્લાઝ્મા જાદુઈ બુલેટ નથી. આપણે તેનો ત્યાંજ ઉપયોગ કરવાનો છે જ્યાં તેની ઘણી જ જરૂર છે.

 

Leave Comments