હેલિકોપ્ટર ઉતારવા મંજૂરી ન મળતા હાર્દિક બાય રોડ લુણાવાડા આવશે

April 18, 2019 3005

Description

મહિસાગરમાં હાર્દિક પટેલની સભા પહેલા વિવાદ થયો. લુણાવાડામાં હેલિપેડ પર હાર્દિક પટેલ હેલિકોપ્ટર ઉતારવાનો હતો. ત્યાં હેલિકોપ્ટર ઉતારવા જમીન માલિકની મંજૂરી મળી નહિ.

તંત્રની મંજૂરી બાદ જમીન માલિકે વિરોધ નોંધાવ્યો. જે બાદ જમીન માલિકને મનાવવા કોંગ્રેસ કમિટી જમીન માલિકના ઘરે પણ પહોંચી. પરંતુ જમીન માલિક ટસનો મસ ન થતા હાર્દિક પટેલ બાય રોડ લુણાવાડા આવશે.

 

 

Leave Comments