કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કરે સોશિયલ મિડીયા પર વિડીયો કર્યો વાયરલ

October 12, 2019 815

Description

પાટણમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા પાલિકાના ઉપપ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચેનો ગડગ્રાહ શમવાનું નામ લેતો નથી. ફરી એકવાર કોંગ્રેસ શહેર પ્રમુખ લાલેશ ઠક્કરે સોશિયલ મીડિયા પર વિવાદીત વીડિયો વાયરલ કર્યો છે. ધારાસભ્ય બાદ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને ભાજપ સાથે મિલીભગત હોવાનું ગણાવીને ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા.

કોંગ્રેસના આંતરકલહના કારણે કોંગ્રેસના બે કોર્પોરેટરનો ભોગ લેવાયો છે. સામાન્ય સભામાં ગેરહાજર બે કોર્પોરેટરને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. જેથી દિન પ્રતિદિન કોંગ્રેસનો વિવાદ વકરતો જાય છે.

Leave Comments