સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગો ફિવરનો કહેર

August 28, 2019 1085

Description

સુરેન્દ્રનગર  જિલ્લામાં કોંગો ફિવરનો કહેર વર્તાયો છે. જેમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. જ્યારે એક સારવાર હેઠળ છે. એક મૃતકનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય એક મૃતક અને દર્દીનો રિપોર્ટ આવવાનો બાકી છે.

મહત્વનું છે કે જામડી ગામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયુ છે. જેમાં દર્દીના સંપર્કમાં આવેલ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તથા ઘરેઘરે તપાસ હાથ ધરાઇ છે. જેમાં પશુઓના રહેણાક વિસ્તારમાં પણ દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે.

તેમજ આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે. જેમાં 130 થી વધુ ઘરોમા સર્વે કરાયો છે. તથા 700 થી વધુ લોકોને સારવાર અપાઇ છે. 500 થી વધુ પશુઓ પર કીટનાશક દવાનો છંટકાવ કરાયો છે. પશુઓના શરીર પર ઇતરડીથી કોંગો ફીવર ફેલાય છે. ઇતરડી માણસને કરડે એટલે આ રોગ ફેલાય છે. આ રોગમાં તાવ, માથાનો દુખાવો ઝાડા ઉલ્ટીથી શરૂ થાય છે.

Leave Comments