ગુજરાત બિહાર બનવા ભણી ! રાજ્યમાં વધી મારામારીની ઘટનાઓ

December 6, 2018 1385

Description

સુરક્ષિત એવા ગુજરાતમાં ગુડ્ડાગર્દી વધી રહી છે. લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઇ રહ્યાં છે. મારામારીની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. કચ્છમાં ટ્રાન્સપોર્ટના માલિકે ટ્રક ચાલકને ઢોર માર માર્યો. ટ્રક પલ્ટી ખાઇ જતા ટ્રાન્સપોર્ટ માલિકે માર માર્યો છે. તો મોરબીમાં યુવકને ટ્રેક્ટ્રર સાથે બાંધી માર મારવામાં આવ્યો. ડીઝલ ચોરીના આરોપસર માછીમારી કરતા રફીક દોસમામદભાઈ ખોળ નામના યુવકને માર મારવામાં આવ્યો છે.

બનાસકાંઠામાં જમાઇનુ સાસરિયા પક્ષે અપહરણ કરીને માર માર્યો હોવાનુ સામે આવ્યુ. અપહરણ બાદ ગડદાપાટુ અને લોખંડની ટોમીથી જમાઇને માર માર્યો હતો. અને મોબાઇલ, બાઇક અને રોકડની લૂંટ પણ ચલાવવામાં આવી હતી. હાલ જમાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને હુમલો કરનાર સસરા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Leave Comments