જૂનાગઢના ખાંભા-લીંમધ્રા રોડમાં ભ્રષ્ટાચારનો વીડિયો વાયરલ

February 13, 2020 2165

Description

જૂનાગઢના ખાંભા-લીંમધ્રા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં વિસાવદર તાલુકાને ગામ સાથે જોડતા રોડમાં ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે સોશીયલ મીડિયા પર ભ્રષ્ટાચારની પોલ ખોલતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.

રોડમાં કાંકરા અને માટી દેખાય છે. જેથી ગ્રામજનોએ રોડનું કામ બંધ કરાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે રોડ ખૂબ જ હલકી ગુણવત્તાનો બનાવવામાં આવ્યો છે. જેમાં રોડમાં ડામરની જગ્યાએ માટી વાપરવામાં આવી છે.

હલકી ગુણવત્તાનો માલ વાપરીને રોડ બનાવાતો હોવાનું વાયરલ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આવા કટકીખોર કોન્ટ્રાક્ટરો સામે તંત્ર ક્યારે પગલાં લેશે તે જોવું રહ્યું.

Leave Comments