વરસાદી પાણીનો નિકાલ ન થતાં સુરેન્દ્રનગર – ધ્રાંગધ્રા હાઈ-વે પર ચક્કાજામ

September 11, 2019 755

Description

સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદે વિરામ લીધા બાદ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં. ત્યારે તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ કાર્યવાહી ન કરાતા વોર્ડ નંબર-1ના સ્થાનિકોએ રોષે ભરાઈને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર પાલિકા હાય-હાયના સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો. હાઈવે પર ચક્કાજામ કરાતા વાહનોની લાંબી લાઈનો લાગી.

Leave Comments