ગુજરાતના કેબિનેટ મંત્રીને જાનથી મારી નાખવાની મળી ધમકી

July 21, 2019 1835

Description

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને જાનથી મારી નાખવાની ધમકી ભરી ચિઠ્ઠી મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરંતુ ગણતરીની મિનિટોમાં મંત્રીને ધમકી આપીને ખંડણી માગતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. બારડોલી પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી ઈશ્વર પરમારને ધમકી ભરી ચિઠ્ઠી મળી હતી. એટલું જ નહીં, ચિઠ્ઠીમાં મંત્રીને ખંડણી ના આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Leave Comments