ચૂંટણી પહેલા કોળી-પાટીદાર મતોને એકત્રીત કરવા BJPનો માસ્ટર સ્ટ્રોક

February 2, 2019 1700

Description

લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાત કબજે કરવા માટે ભાજપે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. ચૂંટણી પહેલા ભાજપનો પ્લાન કોળી અને પાટીદાર વોટબેંક એકત્રીત કરવાનો છે. મહેસાણા સંસદીય બેઠક પર પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. મહેસાણા સંસદીય બેઠકમાં વિધાનસભાની 7 બેઠકો છે. વર્ષ 2017ની સ્થિતિએ 7માંથી 4 ભાજપ પાસે, 3 કોંગ્રેસ પાસે હતી. 2017ની ચૂંટણી પહેલા કોંગીઓએ હાથ છોડી કેસરિયો ધારણ કર્યો હતો.

ચૂંટણી પહેલા જીવાભાઈ પટેલે પણ હાથ છોડ્યો હતો. ગત વર્ષે જ કુંવરજી બાવળિયાએ કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. હાલ રાજ્યમાં 27 ટકા કોળી મતદારો, 18 ટકા પાટીદાર મતદારો છે. રાજ્યની દરિયાઈ પટ્ટીની બેઠકો પર કોળી મતદારોનું પ્રભુત્વ છે. રાજ્યની આઠ સંસદીય બેઠકો પર કોળી મતદારોનું પ્રભૂત્વ છે. રાજ્યની વિધાનસભાની 61 બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની સંસદીય બેઠકો પર પાટીદાર પ્રભુત્વ છે. રાજ્યની દસ જેટલી સંસદિય બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે.

Leave Comments