BJPનાં મહુવાનાં પૂર્વ MLA કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાયા

July 11, 2018 1805

Description

BJPના પૂર્વ MLA કનુ કલસરિયા કોંગ્રેસમાં જોડાય ગયા છે. કલસરિયાએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત  કરી હતી.  કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ કનુ કલસરિયાને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસ સદસ્ય બનાવ્યા. કલસરિયા દ્રારા જણાવવામાં આવ્યું કે તેઓ તન, મનથી પાર્ટી માટે કામ કરીશ અને પાર્ટીના નિર્ણયને શિરોમાન્ય રાખીશ.

ઉલ્લેખનીય છે કે કનુ કલસરિયા લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરી સંભાવનાઓ રાજકીય વર્તુળમાં જોવાઇ રહી છે ત્યારે અમરેલી અથવા ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી તેવું રાજકીય અનુમાન બાંઘવામાં આવી રહ્યું છે.

Leave Comments