વિપક્ષના ગઠબંધનને શાહે શંભુ મેળો ગણાવ્યો

April 15, 2019 215

Description

ડીસાથી અમિત શાહે જાહેર જનતાને સંબોધિત કરી હતી.  શાહે મોદીના વખાણ કરતા કહ્યું કે, 5 વર્ષમાં PM મોદીએ દેશને આગળ વધાર્યો  છે.  ભાજપ નિર્ણય કરીને મેદાનમાં ઉતર્યુ છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે.  આ શંભુમેળો ક્યારેય દેશ ન ચલાવી શકે  છે.  વિપક્ષના ગઠબંધનને શાહે શંભુ મેળો ગણાવ્યો કોંગ્રેસે ગરીબી હટાવાનું નહીં, ગરીબો હટાવાનું કામ કર્યુ છે.  કોંગ્રેસની નીતિ આતંકવાદીઓ સાથે ઈલુ ઈલુ કરવાની છે.  કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે. 

તો આ તરફ ભાવનગરથી રાહુલ ગાંધીએ જાહેર જનતાને સંબોધિત કરી હતી, તેમણે કહ્યું કે,  5 વર્ષમાં PM મોદીએ વાયદા કર્યા,  રોજગારીના, 15 લાખના, ખેડૂતોના વાયદા કર્યા,  દેશમાં અનેક ધંધાઓ બંધ પડ્યા છે.  અને મોદીએ  ખેડૂતો – ગરીબો સાથે અન્યાય કર્યો  છે.

રાહુલે વધુમાં કહ્યું કે,  ન્યાય યોજનાથી ગરીબોનું કલ્યાણ થશે,  અદાણી – અંબાણી માટે મોદી પાસે પૈસા આવે છે.  PM પાસે ગરીબોને આપવા પૈસા નથી.  અમે ખેડૂતોના દેવા માફ કર્યા  છે.  જ્યાં – જ્યાં અમારી સરકાર ત્યાં ખેડૂતોનું દેવું માફ  કર્યું.  કોંગ્રેસ સરકાર ખેડૂતોનું બજેટ પણ બનાવશે.  ખેડૂતોના પાકવિમાના પૈસા ઉદ્યોગપતિના ખાતામાં જાય છે,

Leave Comments