ભુજ શહેરમાં પાણી માટે મહિલાઓ બેડા લઈને ભટકે છે

May 15, 2019 410

Description

રાજ્યભરમાં અછતની સ્થિતિ વચ્ચે જળસંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકટ બની રહી છે. પાણી માટે મહિલાઓને ભારે રઝળપાટ કરવો પડી રહ્યો છે. તો અનેક વોર્ડમાં પાંચથી છ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે.

જેને લઈને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. સાથે જ અનેક વિસ્તારોના લોકોને પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડે છે. જોકે ભુજ નગરપાલિકા દ્રારા પાણીની સમસ્યાને પહોંચી વળવા ટેન્કરો દોડાવવામાં આવી રહ્યાં છે. જે પુરતા ન હોવાથી અનેક વિસ્તારોમાં પાણી માટે મહિલાઓને બેડા લઈને ભટકવુ પડે છે.. આ માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

Leave Comments