કોરોનાની ત્રીજી લહેરને લઈને તમામ તૈયારીઓ માટે તંત્ર સજ્જ

July 29, 2021 665

Description

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ માટે તંત્ર સજ્જ છે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા તો બીજી તરફ અનેક લોકોએ પ્રાણવાયુની અછતથી પ્રાણ ગુમાવ્યા. WHOના રિપોર્ટ પ્રમાણે ભારતમાં થર્ડ વેવ ઓગષ્ટ-સપ્ટેમ્બર સુધીમાં આવશે. જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગ્રામીણ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોના આરોગ્ય કેન્દ્ર પર ઓક્સિજન પ્લાન્ટથી લઈ બેડ સુધી પાઈપલાઈન નાખવામાં આવી છે. જેથી તમામ બેડ સુધી ઓક્સિજન પહોંચી શકે. મેડિકલ નિષ્ણાતોની આગાહી પ્રમાણે ત્રીજી વેવમાં બાળકો વધુ સંક્રમિત થશે. જેથી બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અલગ પીડિયાટ્રિક કોવિડ વોર્ડ પણ તૈયાર કરાયો છે.

Leave Comments

News Publisher Detail